રુદ્રી વિષે કેવાય છે કે 'રુત દ્રાવ્યતિ ઇત્તિ રુદ્ર' એટલે કે રુત એટલે કે દુખ અને દુખ નું કારણ તેને જે દૂર કરે છે , નાશ કરે છે તે રુદ્ર છે. અને આવા શિવ રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવાં માટે ની સ્તુતિ એ રુદ્રી.
વેદો માં રુદ્રી અંગે ના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય , ક્રુષ્ણ યજુર્વેદીય , ઋગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર - ગુજરાત માં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.
રુદ્ર ની આ સ્તુતિ - રુદ્રી માં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહ છે. આ સ્તુતિ માં રુદ્ર ની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય, અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે. સ્થૂળ રીતે આ અદ્યાયો માં -
- પ્રથમ અધ્યાય માં ગણપતિની સ્તુતિ છે.
- બીજા અધ્યાય માં ભગવાન વિષ્ણુ ની સ્તુતિ છે.
- ત્રીજા અધ્યાય માં ઇન્દ્ર ની સ્તુતિ છે.
- ચોથા અધ્યાય માં સૂર્યદેવ ની સ્તુતિ છે.
- પાચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્ર ની સ્તુતિ છે.
- છ્ઠા અધ્યાય માં મૃતુંજય ની સ્તુતિ છે.
- સાતમા અધ્યાય માં મરુત દેવતાની સ્તુતિ છે.
- આઠમા અધ્યાય માં અગ્નિ દેવતાની સ્તુતિ છે.
પંચમ અધ્યાય કે જે આ સ્તુતિ નો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એક થી ચાર અધ્યાય બાદ પાચમાંઅધ્યાય નું અગિયાર વખત આવર્તન અને ત્યાર બાદ છ થી આઠ અધ્યાય ના પઠન થી રુદ્રી થઈ ગણાય.
પાચમાં અધ્યાય નું સલિંગ ૧૧ વખત આવર્તન માં લેવાને બદલે તેને આઠમા અધ્યાય સાથે સંપુટ લેવાની પદ્ધતિ ને નમક - ચમક કહે છે.
હવે જો પાચમો અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોઈ તો તેને લઘુરુદ્ર કહે છે.
લઘુરુદ્ર ના ૧૧ આવર્તન ને મહારુદ્રા અને મહારુદ્રા ના ૧૧ આવર્તન ને અતિરુદ્ર કહે છે.
રુદ્રભિષેક એ શિવ આરાધના ની સર્વ શ્રેષ્ઠા રીત છે.
આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત ના યુદ્ધ વખતે અર્જુન ને બતાવેલ ૧૧ મંત્રો ના સમૂહ ને 'પુરાણોક્ત રુદ્રભિષેક' કહે છે. આ પાઠ ૧૧ વખત કરવાથી એક રુદ્રી નું ફળ મળે છે.
શિવ આરાધના શ માટે?
હવે શિવ વિષે વાત કરીયે તો શિવ એ સમસ્ત વિધ્યાઓના જ્ઞાતા છે. જ્યોતિષશાસ્ત્ર, યોગશાસ્ત્ર, નૃત્યવિધ્યા, વ્યાકરણ વગેરે ના પ્રવર્તક ભગવાન શિવ છે. વૈદિક, પૌરાણિક, સાંસારિક કે શાસ્ત્ર ને લગતી તમામ બાબતો માં શિવ તત્વ જ વિધ્યમાન છે. આપના શરીર નું સંચાલન ' પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કુર્મ, ક્રિકલ, દેવદત્ત, ધનંજય ' આ દશ પ્રકાર ના પ્રાણ થી થાય છે. ઉપર દર્શાવેલ વિવિધ પ્રકાર ના પ્રાણ માથી કોઈ લોહીના પરિભ્રમન નું કર્યા કરે છે, તો કોઈ શરીર માટે નકામા વિષ દ્રવ્યો ને દૂર કરવાનું, કોઇ આંખ ની પાપણ ખોળ બંધ કરવાનું શૂક્ષ્મ કર્યા કરે છે.
No comments:
Post a Comment